મારામાં નાનપણથી જ બે ગુણોનું સિંચન બહુ સારી રીતે થયું – ચોક્સાઇ તથા આત્મનિર્ભરતા. જ્યારે કમાતો થયો અને પ્રથમ વર્ષે કંપનીએ TDS (Tax Deducted at Source) તરીકે ઇન્કમ ટેક્ષ કાપ્યો ત્યારે ખબર પડી કે ટેક્ષ આયોજન કરવું પડે. ટેક્ષ અયોજન શીખતા શીખતા ખબર પડી કે જીવનમાં નાણાકીય આયોજન પણ જરૂરી છે. અને નાણાકીય આયોજન માટે નાણાકીય સાક્ષરતા હોવી આવશ્યક છે.
હું વર્ષ ૨૦૦૭થી ઇન્કમ ટેક્ષ ભરનાર નાગરીક છું. શરુઆતમાં મને માત્ર ટેક્ષ આયોજન સમજવા માં રસ હતો. જેમ-જેમ વધારે આગળ વધતો ગયો તેમ સમજ આવતી ગઇ કે ટેક્ષ આયોજન એ નાણાકીય આયોજન નો માત્ર એક નાનો ભાગ છે. નાણાકીય આયોજન કરતા કરતા સમજ પડી કે આપણે બધા જેટલી મહેનત સંપત્તિ(મુડી)ના સર્જનમાં કરીએ છીએ તેનાથી દશમાં ભાગની મહેનત તેની જાળવણી માં નથી કરતા.
જેવો નાણાકીય સાક્ષરતાનો વિષય આવે એટલે આપણા બધાને ફુગ ચડે છે કે પછી મને તો આમાં ખબર ના પડે કે પછી આમાં તો ફલાણાની સલાહ લેવી જ સારી. નાણાકીય સ્વતંત્રતાની ચાવી છે, જાતે નાણાકીય સાક્ષર બની જાતે નિર્ણયો લેવા. આ ના કરનાર મોટાભાગે નીચેના માંથી એક અથવા તો વધારેનો ભોગ બને છે.
- અયોગ્ય રોકાણો કરવા
- સામાન્ય સમજણના કામ માટે મોંઘી સેવા લેવી
- એજન્ટ/કંપની ના હિતો માટે પોતાની સંપત્તિનો ભોગ આપવો
આ માધ્યમની મહેચ્છા આપને માહીતિ દ્વારા નાણાકીય નિર્ણય કરવા માટે આત્મનિર્ભર બનાવવાની છે. આ સાથે જ ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૦ પ્રજાસત્તાક દિને થાય છે શુભારંભ!
સરસ વિષય પસંદ કર્યો છે. લગભગ ગુજરાતીઓ આયોજનમાં પાક્કા હોય છે પણ આજના સમયમાં માત્ર કોઠાસુઝથી ચાલે તેમ નથી; કેટલીક કાયદાકીય અને ટેકનીકલ જાણકારી જરુરી બને છે.
આપને શુભેચ્છાઓ..
LikeLike
આહા! પ્રથમ ક્મેંન્ટ!
ધન્યવાદ!
LikeLiked by 1 person
મને પણ તેનું અભિમાન થઇ આવ્યું! 🙂
એમ તો મારા રસનો વિષય છે એટલે ઠીક લાગશે ત્યાં જરુર પ્રતિભાવ આપતો રહીશ.
—
સાઇડટ્રેક: પ્રથમ કમેન્ટ પહેલા-પ્રેમ જેવી હોય; હંમેશા યાદ રહે!.. હવે અમે આપની કાયમી સ્મૃતિમાં રહીશું. 😉
LikeLike
આપનો અભિમાનાંક વધારી દઇએ! આપ પ્રથમ ફોલોઅર પણ છો!
LikeLiked by 1 person